Narmada: “સરકારે નર્મદાના ખેડૂતો સાથે મજાક કરી” રાહત પેકેજ અંગે AAPના MLAનું નિવેદન, જુઓ Video

|

Sep 24, 2023 | 5:29 PM

રાજ્ય સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં વધારો કરવાની ચૈતર વસાવાએ માગ કરી હતી. નર્મદા પાણી છોડયા પછી લોકોના ઘરો, પાક અને પશુઓને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે આ લોકોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ માગ કરી છે.

Narmada : નર્મદા નદીમાં પૂરના (flood) કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે. ગામના ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે, નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારે જાહેર કરેલા વળતર કરતા ખેતરમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરકારના આ રાહત પેકેજને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મજાક ગણાવ્યું છે.

આ પણ વાંચો Gujarat Video: સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ, ખેડૂતોનો મહામૂલો પાક ધોવાતા બન્યા પાયમાલ

રાજય સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં વધારો કરવાની ચૈતર વસાવાએ માગ કરી હતી. નર્મદા પાણી છોડયા પછી લોકોના ઘરો, પાક અને પશુઓને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે આ લોકોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ માગ કરી છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video