જેલમાંથી મુક્ત થયેલા AAP નેતાઓ આક્રમક મૂડમાં, જાણો શું કહ્યું ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ
જેલમુક્ત થયા બાદ AAP નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા.ઇસુદાન ગઢવી સહિત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.
ઇસુદાન ગઢવીએ કહ્યું કે જેલ તો આવે અને જાય, મહાત્મા ગાંધી પણ જેલમાં ગયા હતા, અમે કોઈનું મર્ડર કરીને જેલમાં નહોતા ગયા.
AHMEDABAD : GSSSBની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ પ્રદર્શન અને હોબાળો કરનારા AAP નેતાઓનો કારાવાસ આખરે પૂર્ણ થયો છે અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિત તમામ 55 નેતાઓ જેલમુક્ત થયા છે. સાબરમતી જેલમાંથી મુક્ત થયા બાદ કાર્યકરોએ AAP નેતાઓનું મોટી સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું.કોઇએ ફૂલહાર દ્વારા પોતાના નેતાઓને વધાવ્યા. તો કોઇએ મ્હો મીઠું કરીને નેતાઓનું સ્વાગત કર્યું.આ સમયે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યા હતા.
જોકે જેલમુક્ત થયા બાદ AAP નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા.ઇસુદાન ગઢવી સહિત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.ઇસુદાન ગઢવીએ કહ્યું કે જેલ તો આવે અને જાય, મહાત્મા ગાંધી પણ જેલમાં ગયા હતા, અમે કોઈનું મર્ડર કરીને જેલમાં નહોતા ગયા. અમને ગર્વ હતું કે અમે યુવાનોની લડાઈ માટે જેલમાં ગયા હતા. ઇસુદાન ગઢવીએ હૂંકાર કર્યો કે પ્રજા ભાજપને 2022માં રસ્તો બતાવશે.તો ગોપાલ ઇટાલિયાએ અસિત વોરાની ધરપકડ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાની જાહેરાત કરી.
તો AAP નેતા પ્રવીણ રામે પણ ભાજપ સરકાર સામે પ્રહાર કર્યો અને પડકાર ફેક્યો કે ગમે તેટલીવાર સરકાર જેલમાં પૂરે. પરંતુ ન્યાય માટેની તેઓની લડાઇ યથાવત રહેશે.
ઉલ્લેખનિય છે કે નેતાઓ પર પેપરકાંડ મામલે કમલમ પર ગેરકાયદે વિરોધ કરવાનો આરોપ લાગ્યો હતો.સાથે જ વિરોધ પ્રદર્શન દરમિયાન નશો કરીને છેડતીના આરોપમાં AAP નેતાઓને જેલ હવાલે કરાયા હતા.ત્યારે પેપરકાંડના નામે શરૂ થયેલી રાજનીતિ ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Surat : જીએસટીનો દર યથાવત રાખવામાં આવતા સુરતના કાપડ વેપારીઓએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી
આ પણ વાંચો : TAPI: તાપી નદીના કિનારે યોજાયો લેઝર શો, લાઇટોથી ઝગમગી ઉઠ્યો તાપીનો કિનારો