Rajkot Video : કિશાનપરા ચોક ખાતે AAP-કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઝપાઝપી કરનાર કાર્યકર્તાઓની અટકાયત

|

Mar 22, 2024 | 1:59 PM

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં પણ વિરોધ થયો છે. તેમજ કિશાનપરા ચોક ખાતે AAP - કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અરવિંદ કેજરીવાલની ધરપકડનો રાજકોટમાં પણ વિરોધ થયો છે. તેમજ કિશાનપરા ચોક ખાતે AAP – કોંગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

વિરોધ પ્રદર્શનમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પણ જોડાયા છે.રાજકોટમાં કાર્યકરોએ રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કર્યુ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ છે. પોલીસ સાથે ઝપાઝપી કરનાર લોકોને પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

કેમ અરવિંદ કેજરીવાલની કરાઈ ધરપકડ

દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video