ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપનું ગઠબંધન, AAP 2 બેઠકો પર લડશે લોકસભા ચૂંટણી,જુઓ Video

લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન થયુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાત, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં સિટ શેરિંગનો ફોર્મ્યુલા સેટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બેઠક પર લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2024 | 1:02 PM

લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન થયુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાત, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં સિટ શેરિંગનો ફોર્મ્યુલા સેટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બેઠક પર લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં AAP 2 બેઠકો પર લડશે ચૂંટણી

ગુજરાતમાં કોંગ્રેસ-આપના ગઠબંધન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં AAP 2 બેઠકો પર ચૂંટણી લડશે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ તેના ઉમેદવાર મેદાનમાં ઉતારશે.

ભરૂચ અને ભાવનગરમાં આ બે AAP ઉમેદવાર

ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. પહેલા ભરૂચ બેઠક પર કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલે દાવેદારી કરી હતી.જો કે હવે ગઠબંધનને લઇને ચૈતર વસાવા ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબના ડેપ્યુટી સ્પીકર હોલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બેઠક વહેંચણી અંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાવરિયા, અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ પીસી માટે પહોંચ્યા હતા.

કયો પક્ષ કઇ બેઠક પર લડશે ?

આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર બેઠકો પરથી ચૂંટણી લડશે – નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી તેના ઉમેદવારો ઉભા કરશે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ ભરૂચ અને ભાવનગરની સીટો આમ આદમી પાર્ટીને આપવા માટે રાજી થઈ ગઈ છે. જો કે અરવિંદ કેજરીવાલે ભરૂચ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો, પરંતુ બાકીની 24 સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">