Gujarat Assembly Election 2022: આપ અને BTP ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે, બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત

|

Apr 26, 2022 | 3:02 PM

આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે ત્યારે ધીરે ધીરે રાજકીય હલચલ પણ તેજ થઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને BTP એકસાથે લડશે. દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પહેલી મેના રોજ ગુજરાત આવીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે BTP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. ત્યારે તેઓ આપ અને બીટીપીના ગઠબંધનની જાહેરાત કરી શકે છે.

ભરૂચ જિલ્લાના ચંદેરિયામાં તે દિવસે ભારતીય ટ્રાયબલ પાર્ટીનું મહાસંમેલન યોજાવાનું છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સહિતના નેતાઓ હાજર રહેશે. તો બીટીપીના છોટુ વસાવા સહિતના નેતાઓ પણ હાજર રહેશે. કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મીટિંગ થશે. ત્યારબાદ, છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ આદિવાસી સંમેલન સંબોધશે. સંયુક્ત રીતે આદિવાસી સંમેલનના માધ્યમથી બન્ને પાર્ટી પોતાની આગળની રણનીતિ જાહેર કરશે.

આ પણ વાંચોઃ ભાવનગરથી મુંબઈની વિમાની સેવા 5મી મેથી શરૂ થશે, અઠવાડિયામાં 6 દિવસ ફ્લાઈટ મળશે

આ પણ વાંચોઃ  Ahmedabad: ધર્માંતરણ કરાતું હોવાનાં આક્ષેપો બાદ અમરાઈવાડીમાં ચર્ચનું ડિમોલિશન કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 1:08 pm, Tue, 26 April 22

Next Video