ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 29 એપ્રિલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે
ગાંધીનગર અને અમદાવાદના કાર્યક્રમો બાદ 29મીએ સાંજે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. 30 એપ્રિલે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાગ લેશે. 1મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. ઉપરાંત પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના પગલે રાજ્યમાં તમામ રાજકીય (Political) પક્ષોની ચહેલ પહેલ વધી ગઈ છે, પણ સૌથી વધુ મહેનત ભાજપ કરી રહ્યો છે. ભાજપ (BJP) ના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 29 એપ્રિલથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે, ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. મંત્રીમંડળના સભ્યો સાથે પણ બેઠકનું આયોજન છે. GMDC હોલ ખાતે મંડળ સ્તરના કાર્યકરો સાથે સંમેલનનું પણ આયોજન છે. આ ઉપરાંત 29મીએ સાંજે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. 30 એપ્રિલે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાગ લેશે. 1મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. ઉપરાંત પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કેન્દ્રીય નેતાઓની અવર-જવર વધી ગઈ છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા અને ત્યારે તેમણે રાજ્યના લોકોને મોટી ભેટ આપી હતી. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આંટાફેરા પર વધી ગયા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. ત્યારે વર્તમાનમાં ગુજરાતમાં ભાજપની સત્તા છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.
આ પણ વાંચોઃ આપ અને BTP ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે, બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત