Gandhinagar : આખરે 11 દિવસ બાદ ઇસુદાન અને ગોપાલ ઇટાલિયા સહિત AAPના 55 નેતાઓને શરતી જામીન મળ્યા
આશરે 11 દિવસ પહેલા (BJP) ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
Gandhinagar : આખરે આપના નેતાઓને જામીન મળી ગયા છે. આશરે 11 દિવસ પહેલા (BJP) ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, 20 ડિસેમ્બરના રોજ ભાજપના હેડ ક્વાર્ટર ખાતે આપ (AAP) અને આપની યુથ વિંગના (Youth Wing) નેતાઓ અને કાર્યકરો એકઠા થઈને કમલમનો (KAMLAM) ઘેરાવ કર્યો હતો. આપ નેતાઓના આંદોલનની ગંધ આવી જતા સચિવાલયે દરવાજા બંધ કરાયા હતા. તેવામાં આપ (AAP) નેતાઓનો દાવ ઊંધો પાડ્યો હતો. અને સીધા જ ગુજરાત ભાજપ હેડક્વાર્ટર વિરોધ કરવા પહોંચી ગયા હતા.
11 દિવસ પહેલા ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. સ્થિતિ ત્યાં સુધી વણસી કે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જે બાદ પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં ઘણા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. તે સમયે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો પેપર લીક કેસમાં ભાજપના નેતાઓના નામ આવ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો : RAJKOT : આવતીકાલે ભાજપનો રૉડ-શૉ, પૂર્વ સીએમ રૂપાણી અને પાટીલની નારાજગી દૂર કરવાનો પ્રયાસ ?
આ પણ વાંચો : BHARUCH : એક વર્ષમાં 24000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો, અકસ્માતમાં 1697 લોકો થયા ઈજાગ્રસ્ત