પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું, તપાસ શરુ, જુઓ વીડિયો
મહેસાણામાં ફરી એકવાર બોગસ ઓળખ દસ્તાવેજો બનાવવાનો મામલો સામે આવ્યો છે. ચાર જેટલા પાકિસ્તાની નાગરિકોના મહેસાણામાં આધારકાર્ડ બનાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનથી આવેલા નાગરિકોને આધાર કાર્ડ બાદ તેના પરથી આયુષ્ય કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. મામલો સામે આવતા જ આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. લોંગ ટર્મ વિઝા સાથે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોના આધારકાર્ડ […]
મહેસાણામાં ફરી એકવાર બોગસ ઓળખ દસ્તાવેજો બનાવવાનો મામલો સામે આવ્યો છે. ચાર જેટલા પાકિસ્તાની નાગરિકોના મહેસાણામાં આધારકાર્ડ બનાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનથી આવેલા નાગરિકોને આધાર કાર્ડ બાદ તેના પરથી આયુષ્ય કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે. મામલો સામે આવતા જ આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
લોંગ ટર્મ વિઝા સાથે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોના આધારકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નિકાળવાને લઈ હવે તપાસ શરુ કરવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ અને આવકના દાખલા આધારે નિકળ્યા છે. આરોગ્ય વિભાગના ધ્યાને આવતા આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે. કાર્ડ નિકાળવાને લઈ હવે તપાસ શરુ કરવામાં આવશે કે, આ કાર્ડ કોણે નિકાળી આપ્યા અને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.
Latest Videos