મોડાસા માર્કેટયાર્ડના વેપારી ઝેરી દવા પી જઇ આપઘાત કર્યો, ધંધામાં પરેશાન કરવાનો આરોપ

મોડાસા માર્કેટયાર્ડના વેપારી ઝેરી દવા પી જઇ આપઘાત કર્યો, ધંધામાં પરેશાન કરવાનો આરોપ

| Updated on: Feb 23, 2024 | 8:59 PM

અરવલ્લી જિલ્લાના માર્કેટયાર્ડના વેપારીએ ધંધામાં અને આર્થિક રીતે પરેશાન કરતા ત્રણ વેપારીઓના ત્રાસથી આપઘાત કરવા ઝેરી દવા પીધી હતી. સારવાર દરમિયાન વેપારીએ અંતિમ શ્વાસ લીધા હતા. વેપારીના મોત બાદ હવે તેની સ્યુસાઈડ નોટ આધારે ત્રાસ ગુજારનારા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

મોડાસા માર્કેટ યાર્ડના વેપારી સિરાજ પટેલે અન્ય વેપારીઓના ત્રાસને લઈ ઝેરી દવા પી જઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી જતા સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સિરાજ પટેલનું મોત નિપજ્યુ હતુ. જોકે સિરાજે આ પગલું ભરતા વેળા સ્યુસાઈડ નોટ લખી હોવાને લઈ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: તોફાનો-હિંસા રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ રચાશે, તમામ પોલીસ મથક PI કક્ષામાં અપગ્રેડ કરાશે

મીડિયાને મૃતકના ભાઇએ બતાવ્યુ હતુ કે, આ મામલે પોલીસને ફરિયાદ આપી છે અને પોલીસે 2 શખ્શોની પૂછપરછ પણ હાથ ધરી છે. સ્યુસાઈડ નોટ મુજબ તેમને અન્ય ત્રણેક વેપારીઓ ત્રાસ ગુજારતા હતા. જેમાં તેઓ ધંધાથી લઇને આર્થિક સંકડામણ હોવામાં પણ ત્રાસ ગુજારી રહ્યા હતા. જેથી વેપારી સિરાજ પટેલે મોત વ્હાલુ કરવા ઝેરી દવા પીધી હતી. ત્રાસ ગુજારનારાઓ સામે આકરા પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 23, 2024 04:26 PM
g clip-path="url(#clip0_868_265)">