દેશના કુલ 128 મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડથી સન્માન, ગુજરાતના આ મહાનુભાવોનો સમાવેશ

ગુજરાતી સાહિત્ય અને શિક્ષણમાં અમૂલ્ય યોગદાન બદલ સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા. લોકસેવામાં અમૂલ્ય યોગદાન બદલ માલમજી દેસાઇને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના આઠ મહાનુભાવોને વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ એવોર્ડથી સન્માનીત કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:34 PM

દેશની સેવામાં મહત્વનું યોગદાન આપનાર કુલ 128 મહાનુભાવોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) હસ્તે પદ્મ એવોર્ડથી (Padma Award)સન્માનિત કરવામાં આવ્યા. જનરલ બીપીન રાવતને મરોણોપરાન્ત પદ્મભૂષણથી સન્માનિત કરાયા. તેમની બંને દીકરીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે સન્માન ગ્રહણ કર્યું. તો ગુજરાતી (Gujarati) સાહિત્ય અને શિક્ષણમાં અમૂલ્ય યોગદાન બદલ સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા. લોકસેવામાં અમૂલ્ય યોગદાન બદલ માલમજી દેસાઇને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. ગુજરાતના આઠ મહાનુભાવોને વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ એવોર્ડથી સન્માનીત કરાયા છે. જેમાં ખલીલ ધનતેજવી સાહિત્ય-કળામાં અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી, ડૉ. લતા દેસાઇને મેડિસિન ક્ષેત્રે ઉમદા કામ બદલ પદ્મશ્રી, રમીલા ગામીતને સમાજસેવા બદલ પદ્મશ્રી, ગુરૂપ્રસાદ મહાપાત્રને જાહેર સેવા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી, ડૉ.જે.એમ.વ્યાસને સાયન્સ-એન્જિનિયરિંગમાં ઉમદા યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તો સવજી ધોળકિયા અને પ્રભા શાહને પણ સમાજ સેવામાં અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા.

સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે. મારા અનુભવો અને વિદેશ પ્રવાસના પ્રેરક પ્રસંગો તેમના લાક્ષણિક ગ્રંથો છે. ભારતીય દર્શનો, સંસાર રામાયણ, વેદાંત સમીક્ષા વગેરે તેમના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગ્રંથો છે.

ગુજરાતના સુરત શહેરના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાનું નામ પણ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ 2022 માટે પદ્મ એવોર્ડની યાદીમાં સામેલ છે. ઉદ્યોગપતિને વર્ષ 2022 માટે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ દર વર્ષે તેમના કર્મચારીઓને મોટા બોનસ અને ભેટો આપીને કરોડો રૂપિયા ખર્ચવા માટે જાણીતા છે. તેણે પોતાના લગભગ 600 કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે.

ખલીલ ધનતેજવીનો જન્મ ખલીલ ઈસ્માઈલ મકરાણી તરીકે 12 ડિસેમ્બર 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. તેણે 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમણે તેમના ગામ ધનતેજ પછી તેમનું ઉપનામ ખલીલ ધનતેજવી અપનાવ્યું. 4 એપ્રિલ 2021ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું.

રમીલાબેન ગામીત, ગુજરાતના તાપી જિલ્લાના તાપરવાડા ગ્રામ પંચાયતના છે, તેઓ તેમના ગામને શૌચમુક્ત બનાવવાની કોશિશમાં હતા અને તેઓ તે કરવામાં સફળ થયા અને તેમણે ખુદ વડાપ્રધાન તરફથી સ્વચ્છ ભારત પુરસ્કાર પણ મેળવ્યો છે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પાટીદારો સામે નોંધાયેલા 10 કેસ પરત ખેંચવાની જાહેરાત

આ પણ વાંચો : Surat : સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોકટર દ્વારા બે જુનિયરને દોડવાની સજા આપવામાં આવી

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">