વડોદરામાં ATS ના દરોડા, મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

|

Aug 22, 2022 | 4:35 PM

Vadodara: શહેરમાં વધુ એક ગોડાઉન પર ATS અને શહેર SOGની ટીમે બાતમીને આધારે દરોડા પાડ્યા છે. ભવાની એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉન પર આ દરોડા પાડવામાં આવ્યા, જેમા તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો અને રો મટિરિયલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરા(Vadodara)માં ગુજરાત ATS અને શહેર SOGની ટીમે વધુ એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યાં હતા. ભવાની એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ (Drugs) અને ડ્રગ્સનું રો મટિરિયલ જપ્ત કરવામાં આવ્યુ હતુ. અગાઉ સાવલી તાલુકાના મોક્સી ગામેથી જે ડ્રગ્સનું ગોડાઉન પકડાયુ હતુ. તેના આરોપીઓની પૂછપરછમાં ખૂલાસો થયો હતો કે વડોદરા શહેર નજીક આવેલ સાકરડા GIDCમાં પણ આજ પ્રકારનું ગોડાઉન છે. આ ગોડાઉનની અંદર પણ ડ્રગ્સનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવેલો અને મોટા પ્રમાણમાં રો મટિરિયલ પણ છે. જેના આધારે એટીએસ અને એસઓજીની ટીમે દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

ભવાની એન્ટરપ્રાઈઝમાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો

આરોપીઓના ખૂલાસાને આધારે વડોદરા શહેર SOG અને ગુજરાત ATSના અધિકારીઓએ સવારથી ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સાથે અન્ય સંબંધિત એજન્સીઓને સાથે રાખી ATS દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. જેમા ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. અગાઉ જે મોક્સી ગામમાં જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો તેમા જે આરોપીઓ તેમની પૂછપરછમાં આ ખૂલાસો થયો હતો. તેના આધારે ભવાની એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા. હાલ ATSએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ત્યાંથી ડ્રગ્સનો જથ્થો સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોક્સી ગામેથી પકડાયુ હતુ 1125 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

આપને જણાવી દઈએ કે અગાઉ સાવલીમાં મોક્સી ગામેથી ATS અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશનમાં 1125 કરોડ રૂપિયાનુ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આરોપીઓ ગુજરાતના હોવાનું ખૂલ્યુ છે. મોક્સી ગામમાં નેક્ટર કેમ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થતું હતું. કંપનીમાંથી 225 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો હતો. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ હતુ. બીજી તરફ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા ATSની અલગ-અલગ ટીમ સક્રિય બની છે.

ઈનપુટ ક્રેડિટ- યુનુસ ગાઝી- વડોદરા

 

 

Next Video