સુરત : બેફામ કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવી 300 મીટર ઢસડ્યો, પોલીસે CCTV ના આધારે કારચાલક નબીરાને ઝડપી પાડ્યો

સુરત : બેફામ કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવી 300 મીટર ઢસડ્યો, પોલીસે CCTV ના આધારે કારચાલક નબીરાને ઝડપી પાડ્યો

| Edited By: | Updated on: Nov 06, 2023 | 3:38 PM

સુરત:  કતારગામ વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન લોક રક્ષક પર નબીરાએ કર ચઢાવી દઈ બોનેટ પર પોલીસકર્મીને ૩૦૦ થી 400 મીટર દુર ઢસડીને લઇ ગયો હોવાની વિગતો સામે આવી રહી છે.

સુરત:  કતારગામ વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન લોક રક્ષક પર નબીરાએ કર ચઢાવી દઈ બોનેટ પર પોલીસકર્મીને ૩૦૦ થી 400 મીટર દુર ઢસડીને લઇ ગયો હોવાની વિગતો સામે આવી રહી છે.આ ઘટનામાં લોકરક્ષકને ઈજાઓ પણ થઇ હતી. પોલીસકર્મીનો જીવ જોખમમાં મૂકનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો બીજી તરફ કતારગામ પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ વ્યાજના પૈસાથી ૪ થી ૫ દિવસ પહેલા જ કાર ખરીદી હોવાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર મામલે કતારગામ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર ચાલક ૧૯ વર્ષીય દેવરાજ બઢીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સંદર્ભે એસીપી એલ.બી. ઝાલાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈને શહેરમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં કતારગામ પોલીસની એક ટીમ અલકાપુરી બ્રીજ નીચે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમ્યાન લોક રક્ષક ગૌતમ બાબુભાઇ જોષી વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન નબર પ્લેટ વગરની સફેદ કાર પસાર થતા પોલીસે તેને રોકી ચેકિંગની કાર્યવાહી કરતા હતા તે દરમ્યાન વાહન ચાલકે તેની કાર પુરપાટ ઝડપે ભગાવી હતી જેમાં લોકરક્ષક ગૌતમ બાબુભાઇ જોષી બોનેટ પર પટકાયા હતા અને ૩૦૦ મીટર દુર સુમુલ ડેરીની દીવાલ સુધી કર ઢસડી ગઈ હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 06, 2023 03:36 PM