Jamnagar : સાધના કોલોનીમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાઈ, એકનું મોત, જુઓ Video
જામનગરમાં આવેલી સાધના કોલોનીમાં આવાસના 3 માળના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાઈ થયો છે. બિલ્ડિંગમાં રહેલા મજૂરનું કાટમાળમાં ફસાતાં સારવાર દરમિયાન મોત થયુ છે. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા વ્યકિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો.
ગુજરાતભરમાં મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં જર્જરિત મકાન કે ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવતી હોય છે. જામનગરમાં આવેલી સાધના કોલોનીમાં આવાસના 3 માળના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાઈ થયો છે.
બિલ્ડિંગમાં રહેલા મજૂરનું કાટમાળમાં ફસાતાં સારવાર દરમિયાન મોત થયુ છે. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા વ્યકિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. ગત વર્ષે આ વિસ્તારમાં જ એક બિલ્ડિંગ પડવાથી 3 લોકોના મોત થયા હતા. આવાસ જર્જરીત હાલતમાં હોવાથી તંત્રએ ખાલી કરાવ્યા હતા. જો કે હજુ પણ કેટલાક લોકો આ જોખમી આવાસમાં વસવાટ કરી રહ્યા છે. પરંતુ અહીં અનેક સવાલ થઈ રહ્યાં છે. જેમાં સૌથી મોટી પ્રશ્નએ છે કે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોની ?
Latest Videos
Latest News