GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભાના ધારાસભ્યોની બેઠક યોજાશે

આ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને શહેર પ્રમુખ પણ હાજર રહેશે. બેઠકમાં મતદાન સુધારણા કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 10:30 AM

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. દિવાળી અને નવા વર્ષનો તહેવાર પરિવાર સાથે મનાવ્યા બાદ આજે તેઓ ગાંધીનગરના ધારાસભ્યો સાથે બેઠક યોજશે.. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને શહેર પ્રમુખ પણ હાજર રહેશે. બેઠકમાં મતદાન સુધારણા કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે.મહત્વનું છે કે ગઈકાલે અમિત શાહે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપના નેતાઓ, કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિવાળી અને બેસતું વર્ષ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં ઉજવ્યાં. પોતાના પરિવાર સાથે દિવાળી બેસતું વર્ષની ઉજવણી કર્યા બાદ ભાઈબીજની ઉજવણી પણ પરિવાર સાથે જ કરશે. નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી અમિત શાહ માદરે વતન આવી રહ્યાં છે અને રાજકીય સફરની સાથે-સાથે પોતાના પરિવારને સમય પણ આપી રહ્યાં છે.

આ પહેલા નવરાત્રીના બીજા નોરતે ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નવરાત્રીની આરતીમાં ભાગ લીધો હતો. માણસામાં અમિત શાહે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા હતા અને આરતી ઉતારી હતી. અમિત શાહ દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અચૂકથી તેમના વતનમાં ઉજવાતા નવરાત્રીના ઉત્સવમાં ભાગ લે છે અને માતાજીની આરતી ઉતારે છે.

આ પણ વાંચો : સાબરમતીમાં ગંદકી : દિવાળી આવી અને ગઈ, પણ સાબરમતી નદી સ્વચ્છ ન થઇ

આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલીની સગીરાનું પ્રેમીએ અપહરણ કરી રાજકોટ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">