Rain : રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ ! રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયા છે. રેસકોર્સ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મહાકાય હોર્ડિંગ પડ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયા છે. રેસકોર્સ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મહાકાય હોર્ડિંગ પડ્યું છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હોર્ડિંગ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થઈ છે. સંપૂર્ણ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી ફાયર વિભાગ દ્વારા હોર્ડિગ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ધારાસભ્ય દર્શિતા શાહ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
બીજી તરફ રાજકોટના ભીચરી ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભીચરી માતાજીના મંદિરે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફુંકાતા ભક્તોમાં દોડધામ મચી. ભારે પવનને કારણે મંદિર આસપાસ અફરાતફરી સર્જાઇ છે.
ગુજરાતના માથે વાવાઝોડાનું મોટુ સંકટ !
ગુજરાતના માથે મોટુ સંકટ તોળાઈ રહ્યુ છે. આગામી કલાકો હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કારણ એ છે કે દરિયામાં લો પ્રેશર બની ગયું છે અને તેના લીધે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ પણ તેજ થઈ છે. સ્થિતિને જોતા પ્રશાસન એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ક્યાં ક્યાં અને ક્યારે કેવો વરસાદ પડી શકે છે એની આગાહી જાણી લેવા જેવી છે.
