આવતીકાલે હનુમાન જયંતીની (Hanuman jayanti 2022) ઉજવણી બોટાદના (Botad) સાળંગપુર (Salangpur) કષ્ટભંજન હનુમાન મંદિરમાં ધુમધામથી કરવામાં આવશે. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન જયંતી મહોત્સવની 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થશે. આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે પંચમુખી હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં હજારો બહેનો મસ્તક પર અભિષેકનું જળ ધારણ કરી શોભા યાત્રામાં જોડાઈ.
બે વર્ષથી કોરોનાકાળને લીધે બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી થઇ શકતી ન હતી. જો કે આ વર્ષે સાળંગપુરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતી પહેલા આજના દિવસે સાળંગપુરમાં હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની શોભાયાત્રા નીકળી. જેમાં જેમાં હજારો ભાવિકો જોડાયા. બહેનોએ મસ્તક પર અભિષેકનું જળ ધારણ કરી શોભા યાત્રા યોજી. આ વિશેષ જળથી પંચમુખી હનુમાનજીનો અભિષેક કરાશે. જ્યારે 251 પુરુષ અને મહિલા સાફા ધારણ સાથે યાત્રામાં જોડાયા છે. શોભાયાત્રામાં નાસિક ઢોલ, DJ, બેન્ડવાજા, ઘોડાગાડી અને બળદગાડ મુખ્ય આકર્ષણ છે.
આ દરમિયાન સંતો 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો વરસાદ વરસાવશે. આ મહોત્સવનો 10 લાખથી વધુ ભક્તો લાભ લેશે. આ માટે તંત્રએ ખાસ રૂટ તૈયાર કર્યા છે. તેમજ રહેવા-જમવા અને પાર્કિંગની વ્યવસ્થા કરી છે. મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ બે વર્ષ બાદ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. જ્યાં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો