બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત

|

Mar 02, 2024 | 4:32 PM

બનાસકાંઠા જિલ્લામાં ગાજ વીજ સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાને લઈ વડગામ તાલુકાના મેપડા ગામના ત્રીસ વર્ષના યુવાનનું મોત નિપજ્યુ છે. ખેતરમાં કામ કરવા દરમિયાન વીજળી પડતા યુવક શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.

ઉત્તર ગુજરાતમાં શીયાળાની વિદાય ટાણે જ માહોલ ચોમાસા જેવા સર્જાઈ ગયો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે વરસાદ વરસવા દરમિયાન વીજળી પડવાને લઈ એક યુવકે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ 

વડગામ તાલુકાના મેપડા ગામે વીજળી પડવાને લઈ ખેતરમાં કામ કરતા યુવાનનું મોત નિપજ્યુ છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, એ દરમિયાન જ વીજળી પડતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. મૃતક યુવાનની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 4:11 pm, Sat, 2 March 24

Next Video