Gujarati Video : રાજકોટના વીરપુર બસ સ્ટેન્ડ પાસે હોર્ન વગાડવા મુદ્દે કાર ચાલકે ST બસના ડ્રાઈવરને ફટકાર્યો

| Edited By: | Updated on: Jul 11, 2023 | 10:16 AM

રાજકોટના વીરપુર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના વીર પુર બસ સ્ટેન્ડ પાસે હોર્ન વગાડવાના મુદ્દે કારના ચાલક અને ST બસના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી.

Rajkot : રાજકોટના વીરપુર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના વીર પુર બસ સ્ટેન્ડ પાસે હોર્ન વગાડવાના મુદ્દે કારના ચાલક અને ST બસના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ વિવાદ ઉગ્ર બનતા કારના ચાલકે ST બસના ડ્રાઈવરને બરાબરનો ફટકાર્યો હતો.

આ પણ વાંચો :Rajkot : જામકંડોરણાના ઉજળા ગામે બોરવેલમાંથી પાણીના ફુવારા ઉડ્યા, જુઓ Video

કાર ચાલકે STના ડ્રાઈવરને બસમાંથી નીચે ઉતાર્યો હતો. અને રસ્તા પર પાડીને યુવકને માર મારવા લાગ્યો હતો. આ મારામારીનો વીડિયો પણ વાયરલ થયો છે. આ બબાલ સમયે લોકોના ટોળા જામ્યા છે. પરંતુ કોઈએ વચ્ચે પડીને વિવાદ શાંત કરવાનો પ્રયાસ ન કર્યો. ST બસના ડ્રાઈવરે માર મારનારા યુવક સામે વીરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો