Rajkot : જામકંડોરણાના ઉજળા ગામે બોરવેલમાંથી પાણીના ફુવારા ઉડ્યા, જુઓ Video
રાજકોટના જામકંડોરણાના ઉજળા ગામે બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતના ખેતરના 800 ફૂટ ઊંડા બોરમાંથી એકાએક પ્રેશરથી પાણીના ફુવારા ઉડ્યા હતા.
Rajkot : જામકંડોરણાના ઉજળા ગામે બોરવેલમાંથી પાણીના ફુવારા (water fountain) ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતના ખેતરના 800 ફૂટ ઊંડા બોરવેલમાંથી એકાએક પ્રેશરથી પાણીના ફુવારા ઉડ્યા હતા. બોરવેલમાં રહેલ સબમર્શિબલ મોટર પાઈપ સાથે ઉડીને બહાર આવી હતી. વરસાદના પાણીનું પ્રેશર આવતા બોરવેલમાંથી પાણીના ફુવારા ઉડયા હોવાનું અનુમાન છે. પાણીના ફુવારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરો પાણીથી ભરાયેલા છે. વરસાદના પાણીનું પ્રેશર આવતા જામકંડોરણાના ઉજળા ગામે બોરવેલમાંથી ફુવારા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News