Rajkot: મનપાની ઘોર બેદરકારીના કારણે લોકો ત્રાહિમામ, જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોનો ઉપદ્રવ, જુઓ Video

Rajkot: મનપાની ઘોર બેદરકારીના કારણે લોકો ત્રાહિમામ, જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોનો ઉપદ્રવ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 8:24 PM

રાજકોટમાં મનપા સંચાલિત વર્ષો જૂના જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શાક માર્કેટના સેલરમાં વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યા સર્જાઈ છે.

રાજકોટના જ્યુબેલી શાકમાર્કેટમાં શાકભાજી લેવા જાવ તો ધ્યાન રાખજો નહીંતર તમે બિમાર પડી શકો છે. રાજકોટ મનપાની ઘોર બેદરકારીના કારણે જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મનપા સંચાલિત વર્ષો જૂના જ્યુબેલી શાકમાર્કેટમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શાક માર્કેટના સેલરમાં વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યા સર્જાઈ છે.

આ પણ વાંચો : ભુજ BSFની ગુપ્ત માહિતી વોટ્સએપથી ISIS મહિલા એજન્ટને મોકલ્યાની ઘટના, ATS તપાસ વેગમાં

મચ્છરોનો ઉપદ્રવના કારણે વેપારીઓ ધુમાડો કરીને મચ્છરોને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ મનપા મચ્છરોના બ્રિડીંગને લઇને ખાનગી સ્થળોએ નોટિસ આપે છે. ત્યારે અહીંયા શાકમાર્કેટમાં જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ મચ્છરના ઉપદ્રવને રોકવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">