Gandhinagar: પ્રકૃતિ બચાવવા સેવાભાવિ સંસ્થા દ્વારા માણસામાં હાથ ધરાયા વિવિધ કાર્યક્રમ- જુઓ Video
Gandhinagar: હાલ વિશ્વ માટે ગ્લોબલ વોર્મિંગ પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે. ઋતુચક્ર ખોરવાઈ રહ્યુ છે. ત્યારે કુદરતી આપત્તિઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યુ છે. આવા સમયે પર્યાવરણ બચાવવા લોકજાગૃતિ ઘણી જરૂરી બની જાય આ જ ઉદ્દેશ્ય સાથે નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા પ્રકૃતિ બચાવવા વિવિધ કાર્યક્રમ હાથ ધરાયા.
Gandhinagar: ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયા પર તોળાઈ રહ્યો છે. વિશ્વમાં કુદરતી આપત્તિઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યુ છે, ત્યારે સેવાભાવિ સંસ્થા દ્વારા પ્રકૃતિ (Environmen)ને બચાવવા સતત લોકજાગૃતિ ફેલાવી રહી છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં નેચર ફર્સ્ટના સ્વયંસેવકો દ્વારા પર્યાવરણને બચાવવા વિવિધ કાર્યક્રમ હાથ ધરાયા. ધોળાકૂવા ખાતે પર્જન્ય યજ્ઞ, વૃક્ષારોપણ, વૈદિક હવન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનના કાર્યક્રમનું આયોજન કરાયુ.
આ પણ વાંચો : Rajkot : ઘેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી થશે, અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ગાયત્રીમાતા મંદિર ખાતે 40 વરિષ્ઠ નાગરિકોએ પ્લાસ્ટિક વીણવાની કામગીરી કરી. લોકોને શુભ પ્રસંગે વૃક્ષ વાવવા અપીલ કરી. કાપડની થેલીનું વિતરણ કર્યુ. આ ઉપરાંત કાર કે બાઈકનો ઉપયોગ ટાળી પર્યાવરણની જાળવણી કરવા આહ્વાન કરાયુ. નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા ગત વર્ષે 1 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા. છેલ્લા એક 101 અઠવાડિયાથી જૂનાગઢ અને ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવે છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો