Bharuch: બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોત, માતા-પિતા સારવાર હેઠળ
3 લોકો કાટમાળમાં દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
ભરૂચ (Bharuch)ના બંબાખાના વિસ્તારમાં જર્જરિત મકાન (dilapidated House) ધરાશાયી (collapsed) થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોત થયા છે. તો તેમના માતા-પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
ભરૂચના બંબાખાના વિસ્તારમાં અચાનક ધડાકાભેર મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં અંદર ઉંઘી રહેલો પરિવાર દટાયો હતો અને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણેય બાળકોનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. તો માતા-પિતા સારવાર હેઠળ છે. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડીને આવી ગયા હતા.
ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકો બનાવ અંગે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદ વડે બચાવકાર્ય હાથ ધરી દંપતીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયું હતું, જ્યારે 10 વર્ષીય નિશા કિશોરભાઈ સોલંકી, પ્રિન્સ કિશોરભાઈ સોલંકી અને અંજના કિશોરભાઈ સોલંકીનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ બાળકનાં મોતને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો-
Bharuch: બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોત, માતા-પિતા સારવાર હેઠળ
આ પણ વાંચો-
આંતરરાષ્ટ્રીય વન દિવસઃ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 6900 હેકટરનો વધારો થયો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
