Mehsana : દેદિયાસણ GIDCમાં શ્રમ વિભાગની કાર્યવાહી, 9 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા, જુઓ Video
ગુજરાત સહિત દેશમાં બાળ મજૂરી પર પ્રતિબંધ છે. છતા પણ અનેક લોકો બાળમજૂરી કરાવતા હોય તેવી ઘટના સામે આવતી હોય છે. મહેસાણા જિલ્લાના દેદિયાસણ GIDCમાં ગુજરાત શ્રમ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત સહિત દેશમાં બાળ મજૂરી પર પ્રતિબંધ છે. છતા પણ અનેક લોકો બાળમજૂરી કરાવતા હોય તેવી ઘટના સામે આવતી હોય છે. મહેસાણા જિલ્લાના દેદિયાસણ GIDCમાં ગુજરાત શ્રમ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. દેદિયાસણ GIDC એક મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં અનેક કંપનીઓ સ્થિત છે.
તાજેતરમાં શ્રમ વિભાગને બાળ મજૂરી અંગે માહિતી મળતાં તેમણે ત્રણ કંપનીઓમાં દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં ત્રણ કંપનીઓ માન ફાર્માસ્યુટિકલ, શ્રીદેવ ટ્રેડર્સ અને સનરાઇઝ એગ્રોમાંથી કુલ નવ બાળ મજૂરો મળી આવ્યા. આ બાળકોમાં મોટા ભાગના કિશોરો અને કિશોરીઓ હતા.
9 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા
માન ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પાંચ 17 વર્ષની કિશોરીઓ અને એક કિશોરને મુક્ત કરાયા હતા. શ્રીદેવ ટ્રેડર્સમાંથી બે કિશોરો મળી આવ્યા હતા. સૌથી ચિંતાજનક બાબતએ હતી કે સનરાઇઝ એગ્રોમાં એક કિશોર બોઇલર જેવા જોખમી કાર્યમાં કામ કરી રહ્યો હતો. આ બાળકોને જોખમી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
શ્રમ વિભાગે આ તમામ બાળકોને મુક્ત કરાવીને તેમને યોગ્ય સુરક્ષા અને સહાય પૂરી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઉપરાંત, શ્રમ વિભાગે આ કંપનીઓ સામે ગેરકાયદેસર બાળ મજૂરીનો ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. બાળ મજૂરી એ ગુનો છે અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટના એક વખત ફરી બાળકોના શોષણ અને તેમના અધિકારોના ઉલ્લંઘનનો ભયાનક ચિત્ર રજૂ કરે છે.
