Junagadh : લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઇઝનિંગ, જુઓ Video

Junagadh : લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઇઝનિંગ, જુઓ Video

| Edited By: | Updated on: May 08, 2025 | 4:27 PM

જૂનાગઢના માંગરોળના ફુલરામા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ભોજન સમારંભમાં પીરસવામાં આવતી ફ્રૂટ સલાડ, બરફી સહિતની મીઠાઈઓ ખાધા પછી લોકોમાં ફૂડ પોઈઝનિંગ થયું હતું.

જૂનાગઢના માંગરોળના ફુલરામા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ભોજન સમારંભમાં પીરસવામાં આવતી ફ્રૂટ સલાડ, બરફી સહિતની મીઠાઈઓ ખાધા પછી લોકોમાં ફૂડ પોઈઝનિંગ થયું હતું. તમામને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા છે. જો કે ફૂડ પોઈઝનિંગ થતાની સાથે જ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે મળતી માહિતી અનુસાર હાલમાં તમામ લોકોની તબિયત સ્થિર છે.

85 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

ઉલ્લેખનીય છે કે ભરઉનાળે વરસાદી માહોલ રાજ્યભરમાં સર્જાયેલો છે. ત્યારે લગ્નપ્રસંગના જમણવારમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. સામાન્ય રીતે ઉનાળામાં ખોરાક જલદી ખરાબ થઈ જાય છે. પરંતુ કમોસમી વરસદના કારણે રાજ્યભરમાં ઠંડક પ્રસરેલી હોવા છતા લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો