Gujarati Video : ગોલ્ડ લોનના નામે છેતરપિંડીના કૌભાંડનો થયો પર્દાફાશ, અનેક લોકોને સોનું ગુમાવવાનો વારો આવ્યો

|

Mar 21, 2023 | 6:32 PM

ગોલ્ડ લોનના નામે છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એક બે નહીં પરંતુ 700 થી વધારે લોકોએ લોનના નામે સોનુ ગુમાવવાનો વારો આવ્યો છે.

Surat : રાજ્યમાં વ્યાજના વિષ ચક્ર સાથે ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યુ છે. ગોલ્ડ લોનના નામે છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક બે નહીં પરંતુ 700 થી વધારે લોકોએ લોનના નામે સોનુ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના પોદાર આર્કડ ખાતે ઓફિસ શરૂ કરી અને ખાનગી કંપનીના સંચાલકોએ લાલચ આપી હતી, જેમાં નાના-મોટા વ્યવસાયદારો અને નોકરિયાતોએ પોતાનુ સોનુ ગીરવે મુકીને લોન લીધી હતી.

700 થી વધારે લોકો આ કૌભાંડનો ભોગ બન્યા

જો કે લોન પૂર્ણ થયા બાદ જ્યારે ગ્રાહકોએ સોનુ પરત માગ્યુ ત્યારે સંચાલકોએ સોનુ આપવામાં આનાકાની કરી. બાદમાં ગ્રાહકોએ તપાસ કરતા સામે આવ્યુ કે તેઓએ બેંકમાં દાગીના મુકીને મસમોટી લોન લઈ લીધી છે. આમ પોતાનુ ગોલ્ડ ગુમાવ્યા બાદ લોકોને ઠગાઈનો અહેસાસ થયો, ત્યારે આજે પોદાર આર્કડ ખાતે ગ્રાહકો એકઠા થયા અને ન્યાયની ગુહાર લગાવી છે.

લોન કૌભાંડ શું છે ?

લોન કૌભાંડીઓ કે છેતરપીંડી કરનારા લોકોને એવી ખોટી આશા બંધાવે છે કે તેઓ સરળતાથી અને ઝડપથી લોન મેળવી શકે છે, અને બાદમાં તેઓ લોકોને લોન આપે છે. જ્યારે લોકો લોન લઈ લે તે બાદ તેઓ છેતરપિડી આચરતા હોય છે. આ પહેલા પણ સુરતમાં લોનના નામે કૌભાંડ સામે આવી ચૂક્યા છે.

Next Video