Surat News : સૈયદપુરામાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા, જુઓ Video
સુરતના સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટના હુકમ બાદ તમામ કિશોરને ચિલ્ડ્રન હોમમાં મોકલાયા છે. 12 વર્ષના એક કિશોરે અન્ય કિશોરોને આ કાર્ય માટે ભેગા કર્યા હોવાનું સામે આવ્યુ છે.
સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારોના કેસમાં દિવસે – દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. સુરતના સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટના હુકમ બાદ તમામ કિશોરને ચિલ્ડ્રન હોમમાં મોકલાયા છે. 12 વર્ષના એક કિશોરે અન્ય કિશોરોને આ કાર્ય માટે ભેગા કર્યા હોવાનું સામે આવ્યુ છે.
સૈયદપુરા સહિત લાલગેટના ગણેશ પંડાલો પર પથ્થરમારો કરવાની યોજના ઘડી હતી. છેલ્લા એક મહિનાથી મદરેસામાં જઈ રહેલા કિશોરે અન્ય 5 કિશોરોને ભેગા કર્યા હતા. પિતા વગરના આ કિશોરે વરિયાવી ચા રાજા ગણેશ પ્રતિમા પર પથ્થર ફેંકવાનો બે વાર પ્રયાસ કર્યો હતો. શનિવારે અસફળ રહ્યાં બાદ કિશોર રવિવારે પથ્થરમાર કરવામાં સફળ રહ્યાં હતા.
સુરતના સૈયદપુરામાં થયેલા પથ્થરમારાના મામલે અત્યાર સુધીમાં 28 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ સરકાર પણ એક્શનમાં આવી હતી અને સૈયદપુરા વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદે બાંધકામોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. સુરતમાં પણ હવે યોગી પોલિટિક્સ જોવા મળ્યુ છે અને ગેરકાયદે લારી-ગલ્લા, દુકાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે.