Gujarati Video : દ્વારકાના જગત મંદિર પર હવે ચઢાવવામાં આવશે 6 ધ્વજા, ધ્વજારોહણ 2024 સુધી ફુલ

|

Jul 13, 2023 | 9:48 AM

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે.

Jagat Mandir : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે. પરંતુ હવેથી મંદિર પર પાંચને બદલે છ ધજાઓ ચઢાવવામાં આવશે. તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાના ખતરાને કારણે ભારે પવનને કારણે મંદિર પર ધજા ચઢાવવાનું બંધ કરાયુ હતું.

આ પણ વાંચો :Dwarka Rain : દેવભૂમિ દ્વારકાના ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર ફરી વળ્યા પાણી, જૂઓ Video

તેમજ આ ધજા ભગવાનને પ્રસાદ રૂપે અર્પણ કરાઈ હતી. ત્યારે હવે વાવાઝોડાને કારણે ન ચઢાવી શકાયેલી ધજાને હવે ફરીથી શિખર પર ચઢાવામાં આવશે. ભારે પવનનાં કારણે લગભગ 15 જેટલી ધજા ચઢાવી શકાઈ ન હતી. આમ તો પરંપરા મુજબ દરરોજ જગત મંદિરનાં શિખર પર પાંચ ધજાજી ચઢાવવામાં આવે છે. પરંતુ હવેથી 6 ધ્વજા ચઢાવમાં આવશે. જગત મંદિર પર ધ્વજારોહણ માટે 2024 સુધી દાતાઓનું બુકિંગ ફુલ થઈ ગયુ છે.

દેવભૂમિ દ્વારકા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video