Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ, 410 બોરી કરી જપ્ત, જુઓ Video
સુરતમાં હવે નકલી સિમેન્ટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એટલે એક રીતે કહીએ તો સિમેન્ટના નામે લોકોને રીતસરનો ચૂનો જ લગાવવામાં આવ્યો છે. સુરતમાં બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટના વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સાઓ આપણે જોયા છે. લો હવે એમાં એક વધુ ઉમેરો થઈ ગયો છે. સુરતમાં હવે નકલી સિમેન્ટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એટલે એક રીતે કહીએ તો સિમેન્ટના નામે લોકોને રીતસરનો ચૂનો જ લગાવવામાં આવ્યો છે.
નકલી સિમેન્ટ ઝડપાયો
સુરતમાં બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટના વેચાણનો પર્દાફાશ થયો છે. જેમાં ખટોદરા પોલીસે સિમેન્ટની 410 બોરી જપ્ત કરી છે. અહીંયા બ્રાન્ડેડ સિમેન્ટની બોરીમાં ભળતી જ કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂપિયા 1.43 લાખની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો જપ્ત કર્યો છે અને ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત બે લોકોની અટકાયત કરી છે. જોકે આ કિસ્સો જોતાં હવે લોકોએ ઘર બનાવવા સિમેન્ટ પણ બ્રાન્ડેડ લેવી કે ન લેવી, અસલીના નામે કોનો ભરોસો કરવો તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે.