ગુજરાતમાંથી જ્યોતિર્લિગના દર્શન માટે ગયેલા 400 યાત્રિકોને ઉજ્જૈનમાં સુવિધા બાબતે થયા કડવા અનુભવ- Video

ગુજરાતમાંથી જ્યોતિર્લિંગના દર્શન માટે ગયેલા 400 યાત્રિકોને ઉજ્જૈનમાં કડવો અનુભવ થયો છે. ઉજ્જૈનમાં યાત્રિકોની ભોજન સહિતની સુવિધા મુદ્દે કડવા અનુભવ થયા છે. 7 જ્યોતિર્લિંગની યાત્રાને લઈને 400 યાત્રિકોએ IRCTCનું બુકિંગ કરાવ્યુ હતુ.

| Updated on: Aug 23, 2024 | 12:27 PM

ગુજરાતમાં IRCTCની વિશેષ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગના દર્શનાર્થે ગયેલા 400 યાત્રિકોને કડવા અનુભવ થયા છે. ઉજ્જૈનમાં યાત્રિકોને ભોજન સહિતની સુવિધા મુદ્દે અવ્યવસ્થા સહન કરવાનો વારો આવ્યો છે. 7 જ્યોતિર્લિંગની યાત્રાને લઈને 400 યાત્રિકોએ બુકિંગ કરાવ્યુ હતુ. આ બુકિંગના 50 હજાર રૂપિયા તેમણે ખર્ચ્યા હતા. યાત્રિકોનો આક્ષેપ છે કે 50,000 ખર્ચવા છતા સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો છે. યાત્રાળુઓએ IRCTCના વિરોધમાં નારા લગાવી બળાપો ઠાલવ્યો હતો.

અસુવિધા મામલે યાત્રિકોએ IRCTC વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એક યાત્રિકના જણાવ્યા અનુસાર તેમને પ્રથમ દિવસથી અસુવિધાનો કડવો અનુભવ થયો હતો અને બીજા દિવસે પણ એ જ સ્થિતિ રહી હતી. ઉપરાંત ઉતારાનું સ્થળ અને ભોજન-નાસ્તા માટેનું સ્થળ 15 કિલોમીટર દૂર રાખવામાં આવ્યુ છે. જેમા યાત્રિકોને તેમના પોતાના પૈસા ખર્ચીને નાસ્તા સ્થળે જવુ પડ્યુ હતુ. નાસ્તાની ગુણવત્તાને લઈને પણ યાત્રિકોએ સવાલ ઉઠાવ્યા છે. નાસ્તો સારો ન હોવાથી યાત્રિકોએ બહારથી પોતાના ખર્ચે નાસ્તો કરવો પડ્યો હતો.

IRCTC સામે પણ યાત્રિકોની ફરિયાદ છે કે અન્ય કોઈ ગાડીનો રિજેક્ટ કરેલો કોચ તેમને ફાળવવામાં આવેલો છે. જેમા કોઈપણ પ્રકારની સુવિધા નથી. વેસ્ટર્ન ટોયલેટ નથી કે ના તો એસીમાં કુલિંગની વ્યવસ્થા છે. બાથરૂમમાં પાણી સુદ્ધા ન આવતુ હોવાની યાત્રિકોની ફરિયાદ છે. યાત્રિકોએ IRCTCની સર્વિસ બાબતે પણ સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
g clip-path="url(#clip0_868_265)">