Rajkot : રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગ, તમામને સારવાર અર્થે ખસેડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 30, 2024 | 10:20 AM

રાજકોટમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાજકોટના જસદણમાં ગોખલાણા ગામમાં સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ અસર જોવા મળી છે. ફ્રુડ પોઇઝનીગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી.

ઉનાળાની શરુઆત થતા જ ફૂડ પોઈઝનિંગના કેસમાં વધારો થયો છે.  ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. એક બે કે 10-12 નહીં  રાજકોટમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રાજકોટના જસદણમાં ગોખલાણા ગામમાં સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ અસર જોવા મળી છે. ફ્રુડ પોઇઝનીગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી. તમામને સરકારી હોસ્પિટલ તેમજ આસપાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બીજી તરફ ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ હતુ. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. 50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 30, 2024 10:13 AM