Breaking News : 40 વર્ષ જૂનો હતો મહિસાગર બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 09, 2025 | 10:16 AM

મહીસાગર નદી પર આવેલો આ બ્રિજ 40 વર્ષ પહેલા નિર્માણ થયું હતુ. સુસાઈડ પોઈન્ટ તરીકે પણ કુખ્યાત ગંભીરા બ્રિજ કુખ્યાત હતો. બ્રિજને સમારકામની જરુરત છતાં સમારકામ કરાયું ન હતું. બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા યોજના ઘડાઈ કરી છે.

મહીસાગર નદી પર આવેલો આ બ્રિજ 40 વર્ષ પહેલા નિર્માણ થયું હતુ. સુસાઈડ પોઈન્ટ તરીકે પણ કુખ્યાત ગંભીરા બ્રિજ કુખ્યાત હતો. બ્રિજને સમારકામની જરુરત છતાં સમારકામ કરાયું ન હતું. બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા યોજના ઘડાઈ કરી છે. નવો બ્રિજ મંજૂર થયા હોવા છતા કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ચોમાસું શરુ થતા પૂર્વે પણ કોઈ સતર્કતા દાખવવામાં આવી ન હતી. બ્રિજ જર્જરિત છતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણાં સમયથી બ્રિજ ધ્રુજતો હોવાના આક્ષેપો કરાયા છે. જો કે સતત ફરિયાદો બાદ પણ તંત્રએ ગંભીરતા ન દાખવી હોવાનું સામે આવ્યું છે.

3 લોકોના મોત

મધ્ય ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં 3 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે. જો કે 5 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યા છે.

Published on: Jul 09, 2025 10:12 AM