Mehsana : અમેરિકા-કેનેડા બોર્ડર પર મોતના મુદ્દે આરોપી સચિન વિહોલ વિરૂદ્ધ પોલીસ લુકઆઉટ નોટિસ કાઢશે, સામેલ આરોપીઓ ફરાર, જુઓ Video

|

May 07, 2023 | 2:15 PM

વસાઈ પોલીસ કેનેડા ભાગી ગયેલા આરોપી સચિન વિહોલ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ આપશે. તે ઘટનાના થોડા દિવસો પહેલા જ કેનેડા જતો રહ્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય બે એજન્ટ નિકુલસિંહ વિહોલ અને અર્જુનસિંહ ચાવડા પણ ફરાર છે.

અમેરિકા-કેનેડા બોર્ડર પર મહેસાણા (Mehsana)જિલ્લાના માણેકપુર ગામના 4 લોકોનાં મોત મુદ્દે પોલીસ હરકતમાં આવી ગઈ છે. વસાઈ પોલીસ કેનેડા ભાગી ગયેલા આરોપી સચિન વિહોલ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ આપશે. તે ઘટનાના થોડા દિવસો પહેલા જ કેનેડા જતો રહ્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય બે એજન્ટ નિકુલસિંહ વિહોલ અને અર્જુનસિંહ ચાવડા પણ ફરાર છે.

આ પણ વાંચો : Mehsana: વિસનગરના બાસણા ગામ નજીક યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, શકમંદ રિક્ષાચાલક જ નીકળ્યો યુવતીનો હત્યારો

જેમાં અર્જુનસિંહ ચાવડા સચિન વિહોલનો બનેવી છે. ત્રણેય આરોપીઓને પકડવા વસાઈ પોલીસ કામે લાગી છે. મહત્વનું છે કે વિજાપુરના માણેકપુર ગામના ચૌધરી પરિવારનું અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત થયું હતું. જેને લઈ મૃતક પ્રવીણ ચૌધરીના ભાઈ અશ્વિન ચૌધરીએ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

60 લાખમાં કર્યો હતો મોતનો સોદો

મહત્વનું છે કે ફરાર ત્રણેય એજન્ટોએ ફરિયાદી અશ્વિન ચૌધરી પાસેથી રૂપિયા 60 લાખ લીધા હતા. વ્યક્તિ દીઠ રૂપિયા 15 લાખ નક્કી કરાયા હતા. 60 લાખમાં બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સોદો થયો તે સમયે સચિન વિહોલ વડાસણમાં હતો. અને સોદો થયા બાદ તે કેનેડા જતો રહ્યો હતો.

હાલ માણેકપુરમાં રહેતા ફરિયાદી અશ્વિન ચૌધરીનો આક્ષેપ છે કે- તેમના ભાઈ પ્રવીણ ચૌધરી અને તેમના પરિવારને ટેક્સીમાં બેસાડીને અમેરિકામાં ઘૂસાડવાની વાત થઈ હતી. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પરિવારને ટેક્સીની જગ્યાએ બળજબરીપૂર્વક હોડીમાં બેસાડી દેવાયો હતો. અને ખરાબ વાતવારણમાં હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવવાનો પ્રયત્ન કરતાં 4 સભ્યોનો પરીવાર મોતને ભેટ્યો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video