આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યારે ઘટશે વરસાદનું જોર, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 4-5 દિવસ બાદ વરસાદનું જોર હળવું થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 4-5 દિવસ બાદ વરસાદનું જોર હળવું થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસુ સક્રિય થતા સાર્વત્રિક રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
