અમદાવાદમાં 2023માં યોજાનારા G-20 સંમેલનને લઈને અત્યારથી તૈયારી શરુ, VIPની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓને અપાઈ ટ્રેનિંગ
G-20 સંમેલન (G-20 Summit) દરમિયાન વિદેશી મહેમાનોથી લઈ વીવીઆઈપી લોકો G-20 પરિષદ બેઠકમાં ભારતમાં આવવાના છે. જેમની સુરક્ષાઓને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ગુજરાત,મહારાષ્ટ્ર, યુપી અને બી.એસ.એફના જવાનો ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
વર્ષ 2023માં ગુજરાતના આંગણે G-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, એકતાનગર અને ધોરડો કચ્છ જેવા સ્થળો પર આ બેઠકો યોજાશે. આ બેઠકોમાં દેશવિદેશથી VVIP મહેમાનો ભારત આવશે. આ VVIP મહેમાનોની સુરક્ષાને ધ્યાને રાખીને અત્યારથી જ તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહેમાનોની સુરક્ષાને ધ્યાને રાખી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને બી.એસ.એફના જવાનો ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં 33 પોલીસ અધિકારીઓને ખાસ ટ્રેનિંગ અપાઈ રહી છે.
G-20 સંમેલન દરમિયાન વિદેશી મહેમાનોથી લઈ વીવીઆઈપી લોકો G-20 પરિષદ બેઠકમાં ભારતમાં આવવાના છે. જેમની સુરક્ષાઓને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ગુજરાત,મહારાષ્ટ્ર, યુપી અને બી.એસ.એફના જવાનો ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં 33 પોલીસ અધિકારીઓ ખાસ ટ્રેનિંગ અપાઈ રહી છે. આ ટ્રેનિંગ 13 થી 18 ડિસેમ્બર સુધી આપવામાં આવશે. જેમાં આજે સીએમ સિક્યુરિટી અને ચેતન કમાન્ડો દ્વારા લાઈવ ડ્રિલ યોજી ડેમો કરવામાં આવ્યો હતો. વી.વી.આઈ.પી સુરક્ષા કઈ રીતે કરવી અને મુસીબત સમય કઈ રીતે તેનું ધ્યાન રાખવું તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સાથે જ મુખ્યમંત્રી સહિત ના VVIP મહેમાનોની સુરક્ષા કેવી રીતે કરવી, વી.વી.આઈ.પીને કોર્ડન કરીને કઈ રીતે સુરક્ષિત લઈ જવા પડે જેનો લાઈવ ડેમો કર્યો. સાથે જ આતંકી પ્રવૃત્તિ સમયે મોટી બિલ્ડીંગમાંથી ચેતન કમાન્ડોની અંદર એન્ટ્રી અને ઓપરેશન લઈ લાઈવ ડેમો કર્યો હતો. નોંધનીય છે કે વી.વી.આઈ.પી સિક્યુરિટી લઈ પહેલી વખત આ રીતની ટ્રેનિંગ આપવામાં આવી છે.