Surat : શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વધુ 2 લોકોના થયા મોત, જુઓ Video

|

Aug 22, 2023 | 1:57 PM

સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. રોગચાળાથી ચાલુ સિઝનમાં વધુ 2 લોકોનાં મોત સાથે કુલ 30થી વધુ લોકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો છે. નઘરોળ આરોગ્ય તંત્ર રોગચાળો નાથવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.

Surat : સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. રોગચાળાથી ચાલુ સિઝનમાં વધુ 2 લોકોનાં મોત સાથે કુલ 30થી વધુ લોકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો છે. નઘરોળ આરોગ્ય તંત્ર રોગચાળો નાથવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. જેના કારણે દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જીવલેણ બની ગયો છે.

આ  પણ વાંચો : Gandhinagar: કલોલમાં સિન્ટેક્સ કંપનીની જો હુકમી, 300 કામદારોને નોટીસ આપ્યા વગર કર્યા છુટા, જુઓ Video

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઊલટી સહિતના દર્દીઓ લાંબી કતારો લગાવી રહ્યા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રોગચાળો ક્યારે કાબૂમાં આવશે ? કોર્પોરેશનના આરોગ્ય તંત્ર પાસે રોગચાળો કાબૂમાં લેવાનો કોઈ એક્શન પ્લાન છે કે નહીં ? લોકોનાં મોત કેવી રીતે થઈ રહ્યા છે તેના કોઈ કેસ સ્ટડી કરાયા છે કે નહીં ? શા માટે આરોગ્ય તંત્ર રોગચાળાને ગંભીરતાથી નથી લઈ રહ્યું ?

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video