Surat : લક્ઝુરિયસ કારના AC બોક્સમાંથી મળી આવ્યો દારૂ, પોલીસે રૂ. 46.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જુઓ Video
વેસુ વિલા ફાર્મ હાઉસ તરફના રસ્તા પર બે યુવકો દારૂનું કાર્ટિંગ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા સ્થળ પરથી વિદેશી દારૂ સહિત બે લક્ઝુરિયસ કાર મળી આવી હતી.
Surat : સુરતમાં હવે બુટલેગરો મોંઘીદાટ કારમાં ( luxurious car ) નશાનો કારોબાર કરી રહ્યા છે. વેસુમાં 45 લાખની બે લક્ઝુરિયસ કારના એસીમાંથી દોઢ લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ પણ કરી છે. મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશથી મિત્રની કારમાં તેઓ દારૂ લાવ્યા હતા. પોલીસે 30 લાખ અને 15 લાખની બે કાર, ફોન સહિત રૂ.46.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો Surat: બારડોલીના બાબેન ગામે બકરા ચોરતી ગેંગનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ, જુઓ Video
વેસુ વિલા ફાર્મ હાઉસ તરફના રસ્તા પર બે યુવકો દારૂનું કાર્ટિંગ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા સ્થળ પરથી વિદેશી દારૂ સહિત બે લક્ઝુરિયસ કાર મળી આવી હતી. વેસુ પોલીસે મર્સિડીઝના ચાલક મનિષ મનોહરસિંઘ અને થાર ગાડીના ચાલક રાજેશ મુરારી શર્મા તેમજ ચંકી સુરેશ પટેલની ધરપકડ કરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
