Navsari Video : નવસારીમાં ગરબા રમીને આવ્યા બાદ યુવકને હાર્ટ એટેક આવતાં મોત
નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આવો જ એક બનાવ નવસારીમાં સામે આવ્યો છે. 31 વર્ષીય મૃણાલ શુક્લનું હાર્ટ એટેકથી મોત થયું છે. નવરાત્રીમાં ગરબા રમીને આવ્યા બાદ મૃણાલ શુક્લને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત થયું હતું.
Navsari : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના (Heart attack) બનાવો સતત વધી રહ્યા છે. એમાં પણ નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આવો જ એક બનાવ નવસારીમાં સામે આવ્યો છે. 31 વર્ષીય મૃણાલ શુક્લનું હાર્ટ એટેકથી મોત થયું છે.
નવરાત્રીમાં ગરબા રમીને આવ્યા બાદ મૃણાલ શુક્લને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત થયું હતું.
આ પણ વાંચો Navsari : વાંસદા વન વિભાગની મોટી કાર્યવાહી, ગેરકાયદે લઈ જવાતા ખેરના લાકડા ઝડપી પાડ્યા, જુઓ Video
ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ વધુ એક યુવકનું હાર્ટ એટેકેના કારણે મોત થયું છે. શહેરના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં રાજકુમાર શાહુ નામના યુવકનું હાર્ટએટેકમાં મોત થયું હતું. જમ્યા બાદ યુવક હજીરાની એક કંપનીમાં કોલસા ભરવા ગયો હતો. ત્યારે હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું. યુવાનના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો