Amreli: બાબરા અમરેલી હાઈવે પર ચાલુ છકડાના ચાલકને આવ્યો હાર્ટ એટેક, ઘટનાના CCTV આવ્યા સામે- Video
Amreli: બાબરા અમરેલી હાઈવે પર છકડો રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા રિક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ. હાર્ટ એટેકને પગલે 46 વર્ષિય રિક્ષા ચાલકનું મોત થયુ છે. મૃતક લુણકી ગામના રહેવાસી હતા અને લુણકીથી બાબતા તરફ આવતા હતા તે દરમિયાન તેમને ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. તેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
Amreli: રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યુ છે. અમરેલીના બાબરા અમરેલી હાઈવે પર છકડો રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. લુણકી ગામના ઓઘડભાઈ પોલભાઈ મુંધવા પોતાની રિક્ષા લઈને લુણકી ગામથી બાબરા તરફ આવતા હતા તે દરમિયાન રસ્તામાં તેમને છાતીમાં પીડા ઉપડી હતી. જેના કારણે તેમની રિક્ષા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
હાર્ટ એટેક આવતા રિક્ષા રોડ પરથી ઉતરી ગઈ
મૃતક ઓઘડભાઈની રિક્ષામાં ત્રણ લોકો સવાર હતા. જો કે એ ત્રણ મુસાફરોનો બચાવ થયો છે. હાર્ટ એટેક આવ્યા બાદ છકડો રિક્ષાચાલકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યુ હતુ.
Input Credit- Raju Basiya- Babra
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 2 ટન હલકી ગુણવતાની બદામનો જથ્થો ઝડપ્યો
રાજકોટના ધોરાજીમાં ડીઝલની અછત, પંપ પર ખેડૂતોની લાગી લાંબી કતારો!
સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, Watch Video
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
