Vadodara : સાવલીના પીલોલ ગામે દલિત પરિવાર સાથે ઘટેલી ઘટના મામલે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં, જાણો વિગત

Vadodara : સાવલીના પીલોલ ગામે દલિત પરિવાર સાથે ઘટેલી ઘટના મામલે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં, જાણો વિગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:57 PM

વડોદરા જિલ્લાના સાવલીના પીલોલ ગામમાં દલિત મહિલાને ગરબા ન ગાવા દેવાની તેમજ માતાજીની ચોકથી હાંકી કાઢવાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું છે.

વડોદરા જિલ્લાના સાવલીના પીલોલ ગામમાં બનેલી ઘટના મુદ્દે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં આવ્યું છે. મદદનીશ સમાજ સુરક્ષા અધિકારી અને વિજિલન્સ ઈન્સ્પેક્ટરની ટીમ પિલોલ ગામ પહોંચી છે. દલિત મહિલાએ ગરબા આયોજક દ્વારા ગરબા ન ગાવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. ભેદભાવની આ ઘટનામાં જેમની સાથે દુર્વ્યવહાર થયો તેમના નિવેદન લેવાયા છે. નિવેદન લીધા બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ સરકારને સોંપાશે તેવી માહિતી બહાર આવી છે.

તમને જણાવી દઈએ કે પિલોલ ગામના દલિત સમાજની કેટલીક મહિલાઓ માતાજીના મંદિરમાં સવર્ણ સમાજ દ્વારા આયોજિત ગરબાં રમવા માટે પહોંચી હતી. ત્યાં મહિલાઓ ગરબે ધૂમે તે પહેલા જ અગ્રણી મહિલા દ્વારા તેમને રોકીને ત્યાંથી હાંકી કાઢવામાં આવી હતી. મહિલાએ આ વાતની જાણ પતિને કરતા મામલાએ જોર પકડ્યું હતું. અને વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. દલિત મહિલાનો આરોપ છે કે તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાથી માતાજીના ગરબામાં રમતા અટકાવવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સાવલી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો પિલોલ ગામે પહોંચ્યો હતો. અને ઘટનાને થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે સાવલી પોલીસે 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમાર અને તારાબેન પરમારનો સમાવેશ થાય છે. જોકે ધરપકડના ડરથી આ તમામ ઇસમો ફરાર છે. જેમને શોધવા માટે સાવલી પોલીસ, એસ.ઓ.જી તથા એલ.સી.બીની 5 ટીમો બનાવવામાં આવી છે. અને આ ટીમોએ ફરાર ઇસમોને શોધવા તપાસ શરૂ કરી હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. આ બાદ સમાજ કલ્યાણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Girsomnath : પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને છોડાવો, કોડીનાર મામલતદાર કચેરી ખાતે મહિલાઓના પ્રદર્શનો

આ પણ વાંચો: હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">