થરાદમાં આગની 3 જુદી-જુદી ઘટના, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

થરાદમાં આગની 3 જુદી-જુદી ઘટના, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 07, 2025 | 2:48 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. જિલ્લાના મુખ્ય હાઈવે પર કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ શો રૂમમાં આગ લાગી હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. જિલ્લાના મુખ્ય હાઈવે પર કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ શો રૂમમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈલેક્ટ્રીક સામગ્રી બળીને ખાખ થઈ ગયા છે.

 3 અલગ અલગ જગ્યાએ આગની ઘટના

બીજી તરફ ડીસા થરાદ હાઈવે પર ભારત માલા બ્રિજ નીચે આગની ઘટના બની હતી. ટ્રેલરમાં ભીષણ આગ લાગતા સમગ્ર ટ્રેલર બળીને ખાખ થઈ ગયું છે. જો કે સદનસીબે ચાલકનો બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે ત્રીજી ઘટનાની વાત કરીએ તો થરાદ હાઈવે પર દૂધ શીત કેન્દ્ર નજીક ટેન્કરમાં આગ લાગી હતી. ઓઈલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા ટેન્કર બળીને ખાખ થયુ હતું. પ્રાપ્તથતી માહિતી અનુસાર ત્રણેય ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી.