Breaking News : ભાજપની મજબૂરી કે બીજુ કાંઈ ! વર્ષો જૂના કાર્યકર હાથ ઘસતા રહી ગયાને, માત્ર 24 કલાક જૂના કાર્યકર ફાવી ગયા, જુઓ વીડિયો

રાજુ કરપડા ગઈકાલ 9 એપ્રિલને ગુરુવારના રોજ ભાજપમાં જોડાયા હતા અને આજે 10 એપ્રિલને શુક્રવારે વિશ્વની સૌથી મોટી પાર્ટીએ, રાજુ કરપડાને ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યાં. માત્ર કલાકો જૂના કાર્યક્રને એકાએક ચૂંટણી લડવાની ટિકિટ આપવામાં આવતા, સુરેન્દ્રનગરના મૂળી પથંકના વર્ષો જૂના કાર્યકરો આધાતથી ડઘાઈ ગયા છે. વિપક્ષના મિત્રો ભાજપના વર્ષો જૂના કાર્યકરોની ઠેકડી ઉડાવી રહ્યાં છે.

Breaking News : ભાજપની મજબૂરી કે બીજુ કાંઈ ! વર્ષો જૂના કાર્યકર હાથ ઘસતા રહી ગયાને, માત્ર 24 કલાક જૂના કાર્યકર ફાવી ગયા, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Apr 10, 2026 | 7:51 PM

ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કર્યાના માત્ર 24 કલાકની અંદર, રાજકીય રીતે મજબૂર એવી ભારતીય જનતા પાર્ટીને રાજુ કરપડાને ટિકિટ આપવી પડી છે. રાજુ કરપડા એ એવા ખેડૂત નેતા છે જેઓ આમ આદમી પાર્ટીમાં રહીને, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને ભાજપની આખેઆખી સરકારને હલબલાવી નાખી હતી. મજબૂત અને સાચા ખેડૂત નેતાને ભાજપે જેલમાં પૂર્યા અને આમ આદમી પાર્ટીના કહેવા મુજબ રાજુ કરપડા સાથે રાજકીય સોદો પાર પાડ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ ક્યારે શુ બોલવું, કોની સામે બોલવું, કેવુ બોલવું એ બધુ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જ થયું અને બદલામાં ભાજપનો ખેસ ધારણ કરવાની સાથે જ લોટરી સમાન ચૂંટણી લડવા માટેની ટિકિટ.

મળતી માહિતી મુજબ, રાજુ કરપડા ગઈકાલ 9 એપ્રિલને ગુરુવારના રોજ ભાજપમાં જોડાયા હતા અને આજે 10 એપ્રિલને શુક્રવારે વિશ્વની સૌથી મોટી પાર્ટીએ, રાજુ કરપડાને ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યાં. માત્ર કલાકો જૂના કાર્યક્રને એકાએક ચૂંટણી લડવાની ટિકિટ આપવામાં આવતા, સુરેન્દ્રનગરના મૂળી પથંકના વર્ષો જૂના કાર્યકરો આધાતથી ડઘાઈ ગયા છે. વિપક્ષના મિત્રો ભાજપના વર્ષો જૂના કાર્યકરોની ઠેકડી ઉડાવી રહ્યાં છે. રાજુ કરપડાને ટિકિટ આપવામાં આવતા જ પાર્ટીની અંદર વિખવાદ સર્જાયો છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ભાજપ દ્વારા આવો કપરો નિર્ણય ખેડૂત સમાજને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોઈ શકે છે, કારણ કે રાજુ કરપડા એ મજબૂત ખેડૂત નેતા તરીકે ઉભરી આવેલા છે. તેઓ જ્યારે આમ આદમી પાર્ટી હતા, ત્યારે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નો ઉઠાવીને સરકારને ઘેરી હતી. ગામેગામેથી ખેડૂતો એકઠા થયા હતા. પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. બોટાદ-સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં રાજુ કરપડાની સારી પકડ છે.

ભાવનગરમાં ભાજપની ભાજગંડ : પૂર્વ મેયરની ભાજપા કાર્યાલમાંથી કરાઈ હકાલપટ્ટી ! જુઓ વીડિયો

 

Published On - 6:44 pm, Fri, 10 April 26

Follow Us