Vadodara: શહેરની 17 શાળાઓમાં 20 વિદ્યાર્થીને લાગ્યુ કોરોના સંક્રમણ, શાળાના વર્ગો એક સપ્તાહ માટે બંધ

વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાના જણાવ્યા અનુસાર વડોદરામાં 81, 711 કિશોરોમાંથી 63,189 કિશોરોને કોરોના સામેની રસી આપી દેવાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:32 AM

ગુજરાત (Gujarat)માં કોરોનાનું સંકટ ઘેરાતુ જઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસો (Corona cases)નો રાફડો ફાટી રહ્યો છે. કોરોના હવે ધીરે ધીરે બાળકોને પણ બાનમાં લઈ રહ્યું છે. વડોદરા (Vadodara)માં 17 જેટલી શાળાઓ (Schools)માં 20 જેટલા વિદ્યાર્થીઓ (Students)ને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે.

ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી કોરોનાના સૌથી કેસ વડોદરામાં નોંધાઈ રહ્યા છે. ઓફલાઈન વર્ગો ચાલુ હોવાના કારણે વડોદરાની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. વડોદરાની 17 જેટલી શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 20 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.

ઓફલાઈન વર્ગો દરમિયાન આ વિદ્યાર્થીઓ કેટલા લોકોના સંપર્કમાં આવ્યા હશે, તેની કોઈ જ માહિતી પ્રાપ્ત નથી. જો કે શાળાઓ દ્વારા જે વર્ગોના વિદ્યાર્થીને કોરોના થયો છે તે શાળાના વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ શાળાઓમાં વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યા છે.

એક તરફ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી તરફ શાળાઓમાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાના જણાવ્યા અનુસાર વડોદરામાં 81, 711 કિશોરોમાંથી 63,189 કિશોરોને કોરોના સામેની રસી આપી દેવાઈ છે.

તેમણે જણાવ્યુ હતુ કે વડોદરાની શાળાઓમાં સરકારની કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાના નિર્દેશ અપાયેલા છે.

આ પણ વાંચોઃ વડોદરા : પ્રભારી મંત્રીની SSG હોસ્પિટલ મુલાકાત, વેક્સિનેશન-ટેસ્ટિંગ- ઓક્સિજન વ્યવસ્થા અંગે સમીક્ષા કરી

આ પણ વાંચોઃ  VADODARA : ઊંટ કરડવાથી પશુપાલકનો ચહેરો વેરવિખેર થઇ ગયો, SSG હોસ્પિટલમાં થઇ પ્લાસ્ટિક સર્જરી

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">