Gujarati Video : ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર બે બુકી ઝડપાયા, વધુ ત્રણને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

Gujarati Video : ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર બે બુકી ઝડપાયા, વધુ ત્રણને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

| Edited By: | Updated on: Mar 19, 2023 | 1:36 PM

Vadodara : રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે હરણી પોલીસે બંને આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. હાલોલના વિષ્ણુ કાછીયા અને ઝાકીર ઘાંસીની પુછપરછમાં અન્ય ત્રણ લોકોના પણ નામ ખુલ્યા છે.

Vadodara : વડોદરામાં ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા બે બુકી ઝડપાયા છે. ગોલ્ડન ચોકડી નજીક કારમાં સટ્ટો રમાડતા હતા તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધા છે. રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે હરણી પોલીસે બંને આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. હાલોલના વિષ્ણુ કાછીયા અને ઝાકીર ઘાંસીની પુછપરછમાં અન્ય ત્રણ લોકોના પણ નામ ખુલ્યા છે, ત્યારે હાલ પોલીસે હાલોલના ગોપાલ વાણંદ, રવિ શાહ અને હિતેશ વારિયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં હજુ કેટલાક નામો સામે આવવાની શક્યતા છે.

પોલીસે બાતમીના આધારે બુકીને પકડી પાડ્યા

આપને જણાવી દઈએ કે, હરણી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સંગમ હોટલ નજીક કારમાં બે શખ્સો મોબાઈલ ફોન વડે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબના સ્થળેથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો ક્રિકેટ મેચનું પ્રસારણ મોબાઇલમાં નિહાળી હાર જીતના સોદા પોસ્ટિંગ કરતા હતા. પોલીસને આરોપીઓ પાસેથી રોકડ રકમ પણ મળી આવી છે.