Morbi : શનાળા નજીક દારૂ ઝડપાવવાના કેસમાં કાર્યવાહી, PSI અને ASI સસ્પેન્ડ કરાયા, જુઓ Video

author
| Edited By: | Updated on: Jan 28, 2025 | 1:21 PM

ગુજરાતમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે મોરબીના શનાળા નજીકથી 17514 બોટલ દારૂ ઝડપાવવાનો કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી સિટીએ ડિવિઝનનાં PSI અને ASI સસ્પેન્ડ કરાયા છે.

ગુજરાતમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે મોરબીના શનાળા નજીકથી 17514 બોટલ દારૂ ઝડપાવવાનો કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી સિટી એ ડિવિઝનનાં PSI અને ASI સસ્પેન્ડ કરાયા છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ આદેશ આપ્યો છે. ગઈકાલે SMCએ દરોડા પાડી દારુનો જથ્થો ઝડપ્યો હતો. દારુની બોટલો સહિત 1.11 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચારની ધરપકડ 7 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

શું હતી ઘટના ?

થોડા દિવસો પહેલા પણ એક મોટો દરોડો પાડીને એસએમસીએ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. તે પ્રકારે જ આ બાતમી આધારે મોરબીના રાજપર રોડ ઉપર એક ગોડાઉનમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. આ પ્રકારની એક બાતમી મળી હતી અને એ બાતમી આધારે જ એસએમસીની ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી અને ત્યાં દારૂનું કટીંગ થાય તે પહેલા જ એસએમસી ત્યાં પહોંચી ગઈ હતી અને ચાર જેટલા શખ્સોને ત્યાં દારૂનું કટીંગ કરતા સમયે ઝડપી પાડ્યા હતા.

Published on: Jan 28, 2025 11:49 AM