Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો, Video માં જુઓ કેવી રીતે કરવામાં આવ્યુ રેસ્ક્યૂ

|

Sep 23, 2024 | 1:22 PM

સુરતમાં ફરી એકવાર લિફ્ટ ખોટકાવાના કારણે અનેક લોકો તેમાં ફસાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં આવેલા એક રેસ્ટોરાંની લિફ્ટમાં એક સાથે 16 લોકો ફસાઇ ગયા હતા.જે પછી આ તમામ લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી.

સુરતમાં ફરી એકવાર લિફ્ટ ખોટકાવાના કારણે અનેક લોકો તેમાં ફસાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં આવેલા એક રેસ્ટોરાંની લિફ્ટમાં એક સાથે 16 લોકો ફસાઇ ગયા હતા.જે પછી આ તમામ લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલ લેવલ-5 રેસ્ટોરાંની લિફ્ટની એકસાથે 16 લોકો ફસાઇ ગયા હતા. જે પછી રેસ્ટોરાંનું સંચાલક તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લિફ્ટ ખોલીને તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

સુરત શહેરમાં લિફ્ટમાં લોકોના ફસાઈ જવાના કિસ્સા અગાઉ પણ સામે આવી ચુક્યા છે. એવામાં વધુ એક બનાવ સુરતના અડાજણ વિસ્તારમાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અડાજણ સ્ટાર બજાર પાસે લેવલ 5 નામની રેસ્ટોરન્ટમાં કેટલાક લોકો ડીનર કરવા ગયા હતા. આ દરમ્યાન લીફ્ટમાં બાળકો અને મહિલાઓ સહીત 16 જેટલા લોકો ફસાઈ ગયા હતા. જેને લઈને આ તમામ લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા

બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડાજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લીફટને ખોલીને તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. લીફ્ટમાં નાના બાળકો સહીત 16 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા આ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Video