2 વર્ષના બાળકને કોરોના આવ્યા બાદ તંત્ર હરકતમાં, જાણો દાહોદ જિલ્લામાં કોરોનાને પહોંચી વળવા શું છે તૈયારી

દાહોદમાં બે દિવસ પહેલા જ 2 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ચિંતા વધી છે. ત્યારે ચાલો જાણીએ દાહોદ જિલ્લામાં કોરોનાને લઈને શું છે તૈયારી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 8:51 AM

દાહોદ (Dahod) જિલ્લામાં પાછલા એક અઠવાડિયાથી કોરોના (Corona) સંક્રમણના કેસ વધતા તંત્ર સતર્ક બન્યું છે. વધી રહેલા કોરોનાને પગલે હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. જણાવી દઈએ કે દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital Dahod) ખાતે 1500 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. તો બાળકો માટે ખાસ પીડિયાટ્રીક વિભાગ બનાવાયો છે. આ તરફ દેવગઢબારીયા અને ઝાલોદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે.

2 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી

ગઈકાલે કિશોરોનું રસીકરણ દેશભરમાં કરવામાં આવ્યું. ત્યારે દાહોદમાં કિશોરોના રસીકરણ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જનાવી દઈએ કે માસ્કને લઈને પણ હવે તંત્ર સતર્ક બન્યું છે. તો બે દિવસ પહેલા જ 2 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ચિંતા વધી છે. બાળકને ઝાડા ઉલ્ટીની ફરિયાદ બાદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો. તો બાળકના શ્રમિક માતા પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 2 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

માસ્કનું કરવામાં આવ્યું વિતરણ

દાહોદ જિલ્લામાં વધુ બે કોરોનાના દર્દીઓ નોંધાયા છે ત્યારે અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઝાલોદના SDM, ASP, મામલતદાર સહિત આરોગ્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ બજારમાં ફરી માસ્ક વિતરણ કર્યા હતા. બજારમાં ફરી દુકાનદારો અને વાહનચાલકોને ફરજિયાત માસ્ક પહેરી રાખવા સમજાવ્યા હતા. ઉપરાંત સરકારી કચેરીની મુલાકાતે આવતા લોકોને બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ પાસે રાખવા જણાવ્યું હતું.

 

આ પણ વાંચો: Arvind Kejriwal Corona Positive: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને આપી માહિતી

આ પણ વાંચો: એક તરફ વાયબ્રન્ટ અને બીજી તરફ લોકોને ડરાવતા ભાજપના આ નેતા! ગુજરાતમાં લોકડાઉન અંગે કહી આ વાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">