એક તરફ વાયબ્રન્ટ અને બીજી તરફ લોકોને ડરાવતા ભાજપના આ નેતા! ગુજરાતમાં લોકડાઉન અંગે કહી આ વાત
એક તરફ રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત અને ફ્લાવર શોની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ભાજપ નેતાનું ડરાવનારૂ નિવેદન સામે આવ્યું છે.
Corona in Gujarat: ગુજરાતમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું છે. કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે કોરોના મહામારી બેકાબૂ થતાં લોકોમાં દહેશતનો માહોલ છે. આ વચ્ચે બનાસકાંઠામાં (Banaskantha) જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહણે એવું નિવેદન આપ્યું કે, લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભાજપના આ નેતાએ સામાન્ય જનતામાં ભય ઉભો કરી મુકે એવું નિવેદન આપ્યું છે. નેતાએ લોકડાઉન (Lockdown) અંગે ચેતવણી આપી છે.
દિયોદરમાં યોજાયેલા સત્કાર સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે કહ્યું, એક સપ્તાહમાં જ રાજ્ય સરકાર લોકડાઉન લગાવી શકે છે. કોરોનાની વર્તમાન સ્થિતિ ચિંતાજનક બનતા સરકાર લોકડાઉન અંગે જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યું, જો કોરોના સંક્રમણ આમ જ વધતું રહેશે તો રાજ્ય સરકાર આકરા નિર્ણયો લઈ શકે છે.
ગુમાનસિંહે કહ્યું કે કોરોના ગયો નથી. કોરોના છે અને આવતા 7-10 દિવસમાં લોકડાઉન થાય એવી સ્થિતિઓ નિર્માણ થઇ ચુકી છે. કુદકે ને ભૂસકે કોરોના વધી રહ્યો છે. જણાવી દઈએ કે એક તરફ રાજય સરકાર વાયબ્રન્ટની તૈયારી કરી રહી છે. બીજી તરફ અમદાવાદમાં ફ્લાવર શોના ફૂલડાં ખીલી ચુક્યા છે. ત્યારે ભાજપ નેતાનું આ નિવેદન વિવાદાસ્પદ અને ડરાવનારૂ છે.
આ પણ વાંચો: Sunbath benefits: ગંભીર રોગોથી લઈને ઊંઘ સુધી, શિયાળામાં તડકામાં બેસવાના આ છે અમુલ્ય ફાયદા
આ પણ વાંચો: PM-Kisan: બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ 10 કરોડ ખેડૂતોને સરકારે મોકલ્યો આ ખાસ મેસેજ