અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 150થી વધુ ગુજરાતીઓની ધરપકડ, જુઓ Video

|

Jul 27, 2024 | 9:35 PM

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ગુજરાતી ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષા એજન્સીએ 150થી વધુ ગુજરાતીઓની ધરપકડ કરી છે. આ લોકો મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝડપાયેલા ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા વધારે જોવા મળતી હોય છે. તેમનો આ ક્રેઝ તેમને ઘણીવાર મુશકેલીમાં મુકી દે છે. જે લોકોને વિઝા મળતા નથી તે ગમે તે ભોગે વિદેશ જવા માગતા હોય છે, ત્યારે આવા લોકો કબૂતરબાજોના સંપર્કમાં આવે છે અને આ લોકો તેમને ગેરકાયદે વિદેશ ઘુસાડતા હોય છે. આ પ્રકારની ઘણી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે, ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ગુજરાતી ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષા એજન્સીએ 150થી વધુ ગુજરાતીઓની ધરપકડ કરી છે. આ લોકો મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝડપાયેલા ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝડપાયેલા આ તમામ ગુજરાતીઓને ભારત ડિપોર્ટ કરાશે.

અમેરિકામાં ગુજરાતી ઝડપાયા બાદ કબૂતરબાજોના હવાતિયા મારવા લાગ્યા છે. ઘૂસણખોરી બહાર આવ્યા બાદ કબૂતરબાજોના મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યા છે, તેમજ આ લોકો થાઈલેન્ડ જવા રવાના થયા હોવાના અહેવાલ છે.

Published On - 9:35 pm, Sat, 27 July 24

Next Video