Vadodara : પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની નોંધાઈ ફરિયાદ, જુઓ Video
વડોદરાના પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે. જેમાં સરપંચના પતિ સહિત 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ અગાઉ વૃદ્ધના અંતિમ સંસ્કારને લઈને વિવાદ સર્જાયો હતો.
Vadodara : વડોદરાના પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે. મળેલી માહિતી પ્રમાણે ગામમાં રહેતા 68 વર્ષીય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે સવારે અવસાન થયું હતું. તેમનું અવસાન થતાં પરિવાર અને ફળિયામાં ગમગીની ફેલાઇ ગઈ હતી. સમાજના લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodara: લો બોલો…આવાસ યોજનામાં ભાડાનો ખેલ, ઘરના માલિક કોઇ અને રહે છે કોઇ ! જુઓ Video
અંતિમયાત્રાની તૈયારી થઇ ગયા બાદ પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમયાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચી હતી. અંતિમયાત્રા સ્મશાનમાં પહોંચી અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના સરપંચના પતિ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા.
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
