Vadodara: લો બોલો…આવાસ યોજનામાં ભાડાનો ખેલ, ઘરના માલિક કોઇ અને રહે છે કોઇ ! જુઓ Video
વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને નોટિસ અપાઈ છે. 40થી વધુ લોકો ભાડે રહેતા હોવાનું ખુલ્યું છે. વુડાના અધિકારીઓએ કાર્યવાહી કરી છે.
વડોદરામાં ઝડપાયુ સરકારી યોજનાના મકાનોને ભાડે આપવાનું કૌભાંડ ઝડપાયું છે. CM કાર્યાલયમાં થયેલી ફરિયાદ બાદ વુડાના અધિકારીઓએ વેમાલીમાં મુખ્યમંત્રી ગૃહ આવાસ (Government scheme) યોજનામાં દરોડો પાડ્યા. વુડાના અધિકારીઓની 10 ટીમે વહેલી સવારે મકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ.
તપાસ દરમિયાન 192 ફ્લેટની તપાસ થઈ જેમાં. 40 મકાનોમાં ગેરકાયદે ભાડુંઆત રહેતા હોવાનું સામે આવ્યું. તમામને કાનૂની નોટિસ ફટકારી ફ્લેટ ખાલી કરવા કાર્યવાહી હાથ ધરાઈ. જે બંધ મકાનો હતા તેઓના દરવાજા પર નોટિસ ચોંટાડાઈ.
આ પણ વાંચો : ટામેટા ખરીદવા કે સુકો મેવો, ટામેટાના ભાવની ડબલ સદીથી ગૃહિણીઓનું બજેટ ક્લિન બોલ્ડ, જુઓ Video
નોટિસ મળતા સરકારી આવાસના મકાન માલિકો વુડા કાર્યાલય પહોંચ્યા. નિવૃત્ત સરકારી શિક્ષકની પુત્રવધુને મકાન ફાળવાયુ. પરંતુ તેમણે આ મકાન 5 હજારના ભાડેથી અન્યને આપી દીધુ.
Latest Videos